Be Utopian Technosoft Pvt. Ltd. برنامه ها

Shree Khodaldham 2.3
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અનેઆકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોનીધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીયકેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતીજોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર કરાવેછે.ખોડલધામનો ઉદ્દભવ સમગ્ર સમાજને લક્ષ્યાંકિત વળવાના સસાધારણ દ્રષ્ટિકોણસાથે થયો છે. જેમાં નીચેની બાબતો સમાવિસ્ટ થાય છે.• ગુણવત્તા યુક્ત જીવન• સમાજનું સંગઠન અને યોગ્ય નેતાગીરી• પર્યાવરણની જાળવણી• નૈતિકતા-નૈતિક મુલ્યોની જાળવણી• આધ્યાત્મિક મુલ્યોની જાળવણી• ખેલ-કુદ માં અગ્રતા - આગેવાની• કૃષિલક્ષી ક્રાંતિઉપરોક્ત દ્રષ્ટીવિધાનોને પરિપૂર્ણ કરવા નીચેના હેતુ નિર્ધારિત થયાછે.• સાચા અભિગમ, આત્મપ્રેરણા અને રચનાત્મક વિચારની ત્રિશક્તિ વડે સંગઠિતથવું, હિમાંત્વન થવું અને આજ્ઞાનરૂપી અંધકારને દુર કરવો.• લેઉવા પટેલ સમાજના પ્રત્યેક સદસ્યના મનમાં આધ્યાત્મિક મુલ્યો મજબુતકરવા.\n\n• ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું.• લેઉવા પટેલ સમાજની ભવ્ય ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિક મુલ્યોના જતન,સંશોધન અને વિકાસ માટે સામાજિક વિકાસ કેન્દ્ર ની સ્થાપના કરવી.• રમત ગમતના પદ્ધતિસરના પ્રશિક્ષણ માટે સંકુલ ઉભું કરવું.• કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવી.• લેઉવા પટેલ સમાજના પ્રેત્યેક સદસ્યમાં સામાજિક સંસ્કૃતિક અનેવ્યવસાઈક મુલ્યો આરોપિત કરવા તથા તેનો વિકાસ કરવાના હેતુથી સમાજ, કૃષિઅને આધ્યાત્મિક જાગૃતિ લાવતું સામાયિક પ્રસિદ્ધ કરવું.